ભાગવત રહસ્ય - 17

  • 534
  • 256

ભાગવત રહસ્ય-૧૭ જીવનમાં કામસુખ અને પૈસા મુખ્ય થયા એટલે ભગવાન ગૌણ થઈ ગયાં.મનુષ્ય પાસે કંઈ નથી ,છતાં ઠસક રાખે છે કે-હું પણ કાંઇક છું. વિદ્યાનું અને સંપત્તિનું તેને અભિમાન થાય છે. વંદન કરવું એ સહેલું નથી.વંદન કરવા એ ભક્તિ છે. જે વંદન કરતો નથી એ પ્રભુને ગમતો નથી.વંદન-ભક્તિ અભિમાનથી ગઈ.સર્વમાં શ્રીકૃષ્ણની ભાવના રાખી સર્વને વંદન કરો. વંદન કરવાથી વિરોધનો નાશ થાય છે.   નરસિંહ મહેતાએ –ભક્ત-નું લક્ષણ બતાવ્યું છે.-કે-સકલ લોકમાં સહુને વંદે.-સહુને વંદે તે વૈષ્ણવ. વંદન માગે તે વૈષ્ણવ(ભક્ત) નથી. અંદર –હું-પણું- હશે ત્યાં સુધી ભક્તિ વધશે નહિ.કોઈ નમે તે પહેલાં તમે નમશો , તો તમારી નમ્રતા વધશે.   આજકાલ