ભાગવત રહસ્ય-૧૬ નારદજી કહે છે-કે- દુનિયામાં ક્યાંય મને શાંતિ જોવામાં આવી નહિ.કલિયુગના દોષ જોતા –ફરતાં ફરતાં તે વૃંદાવન ધામમાં આવ્યા. ત્યાં તેમણે એક કૌતુક જોયું.એક યુવતિ સ્ત્રી અને તેની પાસે બે વૃદ્ધ પુરુષોને મૂર્છા માં પડેલા જોયા.તે સ્ત્રી ચારે તરફ જોતી હતી.મને થયું કે –આ કોણ હશે ? પણ વિના કારણે કોઈ સ્ત્રી સાથે બોલવું યોગ્ય નથી—એમ માની હું આગળ ચાલ્યો. સનાતન ધર્મની મર્યાદા છે કે-પુરુષ કોઈ સ્ત્રીને તાકીને જુએ નહિ.તેની સાથે વગર કારણે બોલે નહિ.સાધુ પુરુષ કોઈ સ્ત્રી પાસે ન જાય.તે સ્ત્રીએ મને કયું –હે સાધો -ઉભા રહો. બીજાનું કામ સાધો એટલે તમે સાધુ બનશો.પ્રાણના ભોગે