ભાગવત રહસ્ય - 14

  • 636
  • 296

ભાગવત રહસ્ય-૧૪   શું કરવું કે શું ના કરવું-એ તમારા મનને ના પૂછો –પણ શાસ્ત્રને પૂછો (ગીતા-૧૬-૨૪) શાસ્ત્ર કહે તે પ્રમાણે કરો. સદાચાર એ –પાયો- છે. અને સદવિચાર એ –મકાન- છે. આચાર બગડે એટલે વિચાર બગડે છે. આચાર –વિચાર શુદ્ધ રાખો. એના વગર -મન -ની શુદ્ધિ થતી નથી.અને મનની શુદ્ધિ ના થાય ત્યાં સુધી-ભક્તિ-થઇ શકતી નથી.વિવેકથી સંસારનો અંત ના લાવો ,ત્યાં સુધી સંસારનો અંત આવવાનો નથી.જીવનમાં સદાચાર-સંયમ –જ્યાં સુધી ના આવે –ત્યાં સુધી પુસ્તકમાંનું જ્ઞાન કંઈ કામ લાગશે નહિ.કેવળ જ્ઞાન શા કામનું ?   એક ગૃહસ્થનો પુત્ર મરણ પામ્યો. ગૃહસ્થ રુદન કરે છે. તેને ત્યાં જ્ઞાની સાધુ આવે છે.અને ઉપદેશ