ભાગવત રહસ્ય-૯ અંત કાળમાં મનુષ્યને પુણ્ય નું સ્મરણ થતું નથી, પાપનું સ્મરણ થાય છે.પુણ્યનું સ્મરણ થાય તો મુક્તિ મળે છે.અંતકાળે તીર્થ યાત્રામાં જે કઈ સત્કર્મ કર્યું હોય, ઘરમાં જે કઈ પુણ્ય કર્યું હોય તે યાદ આવતું નથી, તેનું કારણ એક જ છે કે- પુણ્ય કરે ત્યારે મનુષ્ય ગાફેલ રહે છે, જયારે પાપ કરવામાં મનુષ્ય સાવધ રહેતો હોય છે.પુણ્યમાં પૈસાનું,વિદ્યાનું અભિમાન હોય છે.'ઠાકોરજી આપે છે, તમે આપતા નથી'-એ ભાવના સાથે તમે દાન કરો તો દાનનું હજાર ગણું પુણ્ય મળે છે. પરંતુ પાપ કરવામાં મનુષ્ય જેટલો સાવધ રહે છે તેટલો પુણ્ય કરવામાં સાવધ રહેતો નથી.પાપ જાહેર થશે તો જગતમાં