ભાગવત રહસ્ય - 7

  • 1.6k
  • 1.1k

ભાગવત રહસ્ય-૭   ભક્તિનો વિશેષ સંબંધ મન સાથે છે.માનસી પ્રભુ-સેવા શ્રેષ્ઠ છે.સાધુ-સંતો માનસી સેવામાં તન્મય બને છે.અને -એમ માનસી સેવામાં મન તન્મય થાય -તો જીવ કૃતાર્થ થાય.ભક્તિમાર્ગની આચાર્ય ગોપીઓ છે.તેનો આદર્શ નજર સમક્ષ રાખવો. જેનાથી મનથી ભક્તિ થતી નથી,તેને તનથી પ્રભુ-સેવા કરવાની વિશેષ જરૂર છે. જ્ઞાનમાર્ગથી,યોગમાર્ગથી-જે -ઈશ્વરના આનંદનો અનુભવ- થાય છે,તે- સહેજે ભક્તિથી પ્રાપ્ત થાય છે.   યોગીને જે બ્રહ્માનંદ પ્રાપ્ત થાયછે તે આ જીવાત્માને અનાયાસે પ્રાપ્ત થાય તે માટે ભાગવતની રચના કરવામાં આવી છે.આ ભાગવતમાં ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે,ભગવાન કેવા છે? પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરતાં કહ્યું છે કે –તાપત્રય વિનાશાય—ત્રણ પ્રકારના તાપ-(દુઃખ) આધ્યાત્મિક,આધિદૈવિક અને અધિભૌતિક-નો નાશ કરનાર શ્રી કૃષ્ણને