ભાગવત રહસ્ય - 2

  • 3.8k
  • 1
  • 3.2k

ભાગવત રહસ્ય-૨     પ્રભુ-દર્શનના ત્રણ પ્રકારો શાસ્ત્રમાં દર્શાવ્યા છે. ૧.સ્વપ્ન માં પ્રભુની ઝાંખી થાય તે સાધારણ દર્શન ૨.મંદિર અને મૂર્તિમાં પ્રભુના દર્શન થાય તે મધ્યમ દર્શન છે.મંદિરમાં પ્રભુના દર્શન મનુષ્ય કરે પણ તેને શાંતિ ક્યાં મળે છે?તેથી સિદ્ધ થાય છે કે ઉત્તમ દર્શન નથી. ૩.પ્રભુનું અપરોક્ષ દર્શન તે ઉત્તમ દર્શન છે.સ્થાવર,જંગમ ,સર્વ મનુષ્યોમાં પરમાત્માના દર્શન થાય, તે ઉત્તમ દર્શન છે.ને પ્રભુનું આ અપરોક્ષ દર્શન કે સાક્ષાત્કાર જયારે થાય ત્યારે જીવન સફળ થાય છે.   વેદાંતમાં સાક્ષાત્કારના બે પ્રકારો બતાવ્યા છે. ૧.પરોક્ષ સાક્ષાત્કાર--ઈશ્વર કોઈક એક ઠેકાણે છે-તેમ માને તે ૨.અપરોક્ષ સાક્ષાત્કાર—ઈશ્વર વિના બીજું કંઈ નથી,ઈશ્વર જ બધું છે,અને હું પણ