અંધારી આલમ - ભાગ 18 (છેલ્લો ભાગ)

(27)
  • 2.4k
  • 1
  • 1.4k

૧૮ : સિન્ડિકેટનો અંત... મોહિની, કમલ જોશી અને અજીત મેઘદૂત બિલ્ડીંગના જ એક ખંડમાં કેદ હતાં. સિન્ડિકેટના માણસોએ તેમની તલાશી લીધી હતી. અત્યારે એ ત્રણેય અલગ અલગ ખુરશી પર બંધનગ્રસ્ત હાલતમાં બેઠા હતા. ત્રણેય એકદમ ઉદાસ હતા. નાગરાજનને દેવરાજના નિવાસસ્થાનની કેવી રીતે ખબર પડી ગઈ એ તેમને નહોતું સમજાતું'. શું પોતાની જેમ દેવરાજ પણ એની ચુંગાલમાં ફસાઈ ગયો છે ? આવો વિચાર પણ તેમને આવતો હતો. સહસા ખંડનું પ્રવેશદ્વાર ઉઘડ્યું. ત્રણેયની નજર દ્વાર તરફ સ્થિર થઈ ગઈ. ઉઘડી ગયેલા દ્વારમાંથી નાગરાજન અંદર પ્રવેશ્યો. તેની સાથે જોસેફ અને ગુપ્તા પણ હતા. નાગરાજનના ચહેરા પર ક્રૂરતાભર્યું સ્મિત ફરકતું હતું. તેની આંખોમાં શયતાની