મમતા - ભાગ 83 - 84

  • 1.1k
  • 636

️️️️️️️️મમતા :૨ ભાગ :૮૩(મંથન, મોક્ષા અને મંત્ર મૌલીકનાં ઘરે વડોદરા વાસ્તુ પૂજન માટે જાય છે. મંત્ર મિષ્ટિને મળવા આતુર છે. હવે આગળ ......) મંથન,મોક્ષા અને મંત્ર મૌલીકનાં ઘરે વડોદરા પહોંચતાં જ મૌલીક અને મેઘા મંથન અને મોક્ષાનું સ્વાગત કરે છે. ત્યાં જ મંત્રને કોઈ ખેંચીને લઇ ગયું. સ્ટોર રૂમમાં થોડું અંધારૂ હતું. દિવાલને અડીને મંત્ર ઉભો હતો. મંત્રને ખેંચીને લઇ જનાર બીજી કોઈ નહિ પણ મંત્રની " ફટાકડી " હતી. મિષ્ટિ મંત્રની આંખોમાં આંખો નાંખીને પ્રેમલાપ કરતી હતી. ઘરનાં લોકો અને બીજાથી અજાણ આ પ્રેમી પંખીડા ઘણાં દિવસો પછી મળ્યાં. તો બંને એકબીજામાં ઓતપ્રોત થઈ ગયાં. બે માળનો ભવ્ય બંગલો