મમતા - ભાગ 81 - 82

  • 1.1k
  • 602

️️️️️️️️મમતા :૨ ભાગ :૮૧( પરી અને પ્રેમનાં સંબંધથી નાખુશ મોક્ષા પ્રેમને મળવાં મુંબઈ જાય છે. સાધનાબાને પણ હવે ખબર પડે છે કે પરી મોક્ષાની દીકરી છે. હવે આગળ....) જુવાનીનો તરવરાટ, ગરમ લોહી અને હેન્ડસમ મંત્ર તો પ્રેમનાં મહાસાગરમાં ડુબકી લગાવતો હતો. મિષ્ટિનાં પ્રેમમાં પાગલ બનેલો મંત્રને હોશ જ ન હતાં. બંનેને ખબર હતી કે બંનેનાં પિતા મિત્રો છે. બંને રોજ ફોનથી, મેસેજોથી એકબીજા સાથે કલાકો વાતો કરતાં હતાં. પણ જ્યાં સુધી કોલેજ પુરી ન થાય ત્યાં સુધી ઘરમાં વાત ન કરવી એમ નક્કી કર્યું. બીજી બાજુ આરવ અને એશાની પણ એવી જ હાલત હતી. બંને જ્યારથી મળ્યાં, ત્યારથી એકબીજાને દિલ