કાંતા ધ ક્લીનર - 23

  • 1.8k
  • 1
  • 1.2k

23.તે પોતાના ફ્લોર પર જઈ ચૂપચાપ કામ કરવા લાગી. સુનિતાને મેડમનો રૂમ હજી મળ્યો નહોતો. તે તરત જ, કામ શરૂ કરતાં પહેલાં કિચન તરફ રાઘવને મળવા ગઈ.પોતે ઉતાવળમાં હતી અને આજે રાઘવ પણ બ્રેકફાસ્ટ સર્વ કરવાની ટ્રે ભરવામાં ખૂબ બીઝી હતો. તે કેમ ગઇ કાલથી ઠંડો હતો? કાંતા વિચારી રહી."રાઘવ, બહુ બીઝી છો ને કાઈં?" તે પૂછી રહી."અરે ચાલ્યા કરે. તારે માટે તો ગમે ત્યારે ટાઇમ કાઢું.""અરે રાઘવ, તું ન માની શકે એવી એક વાત કહું." તે ઉત્સાહથી રાઘવને કહી રહી."એવું તે શું છે?" તેણે ખાસ રસ બતાવ્યા વગર પૂછ્યું."તું નહીં માની શકે. કાલે મારે ઘેર ખુદ મિસિસ સરિતા અગ્રવાલ