નિયતી - 1

(14)
  • 3.9k
  • 1
  • 1.7k

આખી ઓફિસનું વાતાવરણ ગમગીન હતું. એકદમ શોક છવાયેલો હતો. બધા એકદમ ચૂપચાપ કામ કરી રહ્યા હતા. જે જગ્યા પર હમેશાં બધા મજાક મસ્તી સાથે ખૂબ હળવાશથી કામ કરતા એ જ જગ્યા પર આજે બધા લોકો એકદમ ગંભીર થઈ પોતાનું કામ કરી રહ્યા હતા. નિત્યા તો એટલી ગંભીર દેખાઈ રહી હતી કે જોઈ ને લાગતું હતું કે કદાચ થોડી વારમાં એનો શ્વાસ બંધ થઈ જશે. બીજા લોકો કામ કરવાની કોશિશ કરી રહ્યા હતા. " નિત્યા, આર યુ ઓકે..??" સર એ આવી ને પૂછ્યું. નિત્યા એ જાણે કાઈ પણ સાંભળ્યું જ ન હોય એમ સર સામે એકદમ ગુમસુમ ચહેરે જોઈ રહી. "