અ - પૂર્ણતા - ભાગ 29

  • 2.6k
  • 2
  • 1.8k

પરમ, રેના અને હેપ્પી ત્રણેય નાસ્તો કરી રહ્યા હતાં. રેના વિચારી રહી હતી કે હેપ્પી સાથે વાત કઈ રીતે કરવી એ પણ પરમની હાજરીમાં. હેપ્પીએ બટાકા પૌવાની ચમચી મોંમાં મૂકીને તરત જ બોલી, "વાહ આંટી, વર્લ્ડના બેસ્ટ પૌવા તમે જ બનાવો છો. હું તો કહું છું તમે પૌવાનો બીઝનેસ જ કેમ નથી કરતાં. અરે, કરોડપતિ થઈ જશો પૌવા વેચીને, એવા બેસ્ટ ક્વોલિટીના પૌવા બનાવો છો તમે." "હેપ્પી, મારે કોઈ બીઝનેસ નથી કરવો. તમે બધા ખાઈને ખુશ થાઉં એ જ બહુ છે મારા માટે." બધાએ નાસ્તો કરવામાં ધ્યાન પરોવ્યું. કંચનબેન રેના તરફ જોઈ બોલ્યા, "રેના, મારે એક સામાજિક પ્રસંગમાં જવાનું છે