અ - પૂર્ણતા - ભાગ 28

  • 2.3k
  • 2
  • 1.7k

"તને આ વિકીનું રેના પ્રત્યેનું વર્તન કઈક અલગ નથી લાગતું?" પરમના પૂછાયેલા પ્રશ્નથી હેપ્પીને ખાતરી થઈ ગઈ કે પોતે ખોટી નથી. "જો પરમ, હું એમ નથી કહેતી કે વિકી સારો છોકરો નથી પણ જો એના મનમાં રેના પ્રત્યે કઈ પણ હશે ને તો રેના અને વિકી બન્ને હેરાન થશે." હેપ્પીએ પોતાની રીતે જ વાત રજૂ કરી. "જો હેપ્પી, રેના મારી બહેન છે અને હું એવું તો ન જ ઇચ્છુ કે એ દુઃખી થાય. જો કે વિકી અને તેનો પરિવાર બન્ને સારા છે. મારા ઘરની સામે જ રહે છે એટલે હું તેમને સારી રીતે ઓળખું છું. બસ, એટલું ઇચ્છુ કે આ