સૌના આગ્રહથી વિકીએ ગીત ગાયું અને રેના શરમથી લાલ થઈ ગઈ. વિકી વારાફરતી બધા પર નજર ફેરવી લેતો જેથી કોઈને એમ ન થાય કે વિકી ફક્ત રેના સામે જોવે છે. જ્યારે પણ વિકીની નજર રેના પર ઠરતી ત્યારે ત્યારે રેના નીચું જોઈ જતી. તેરી નજર જુકે તો શામ ઢલે જો ઉઠે નજર તો સુબહ ચલે તું હસે તો કલિયા ખીલ જાયે તુજે દેખ કે નુર ભી શરમાએ તેરી મીઠી મીઠી બાતે જી ચાહે મેરા મેં યુ હી કરતાં રહું તેરા દીદાર કુદરતને બનાયા હોગા.... ગીત તો સરસ તેના લયમાં ચાલી રહ્યું હતું પણ રેના તો ક્યાં વિચારોમાં ખોવાઈ હતી એ