બે ઘૂંટ પ્રેમના - 18

  • 1.7k
  • 1
  • 902

" અરે હા મને યાદ છે આજ મીટીંગ છે...હા હા હું સમય પહેલા પહોંચી જઇશ ..તું ફોન મૂકીશ તો હું અહીંયાથી નીકળીશ ને " કરને ફોન કટ કર્યો અને ઝડપથી તૈયાર થઈને કારમાં બેસ્યો. " હજુ તો પંદર મિનિટ બાકી છે...આરામથી પહોંચી જઇશ..." વોચમાં નજર કરતા એણે હાશકારો અનુભવ્યો. બે કિલોમીટર રસ્તો કાપ્યા બાદ એમની નજર એક કેફે પર પડી. તેણે તુરંત કાર રોકી અને વિન્ડો બહાર નજર કરતા બોલ્યો." આ તો એ જ કેફે છે જેની ઓપનિંગ દસ દિવસ પહેલા થઈ હતી....સાંભળ્યું છે અહીંયાની ચાના સ્વાદનો કોઈ જવાબ નથી!..." ચા જાણે કરનને કેફેની અંદર લાવવા ખેંચી રહી હતી. હવે