જોશ - ભાગ 7

(23)
  • 2.6k
  • 2
  • 1.9k

૭ : મા-બાપનો ભય રઘુવીર ચૌધરી ! આધેડ વય... ગોરોચીટ્ટો ચહેરો... લાંબા અને કાળા વાળ...! માંજરી આંખોવાળા એલ.આઈ.સી. ના આ જાસૂસ વિશે એમ કહેવાતું કે એની નજરબાજ જેવી, બુદ્ધિ બિરબલ જેવી અને નિશાન અર્જુન જેવું હતું. આ રઘુવીર ચૌધરી થોડા દિવસોથી વિશાળગઢની એક ફાઇવ સ્ટાર હોટલમાં રહેતો હતો. હમણાં એની પાસે કોઈ કેસ નહોતો. કોઈ પણ વીમાધારકનું પોલિસીની પાકતી મુદત પહેલા મોત નીપજે ત્યારે વીમાની રકમ ચૂકવતા પહેલાં જે તે વીમાધારકની ફાઈલ સૌથી પહેલાં રઘુવીર ચૌધરી પાસે જ મોકલવામાં આવતી. રઘુવીર મૃત્યુ સંબંધિત માહિતી પરથી જ તારવી લેતો કે મરનારનું મોત કુદરતની રીતે થયું છે કે પછી એનું ખૂન કરવામાં