જોશ - ભાગ 4

(30)
  • 2.6k
  • 2
  • 1.9k

૪ : ભેદી હિલચાલ   બીજે દિવસે વામનરાવ આરતી ઉર્ફે રજનીને લઈને રવાના થઈ ગયો.. રસ્તો ઊબડખાબડ હોવાને કારણે ક્યારેક એની જીપ ઊછળી પડતી હતી. જ્યારે તેઓ પુરાતત્ત્વખાતાની વિશાળ ઈમારતના કંપાઉન્ડમાં પહોંચ્યા, એ વખતે તેમણે જોયું તો પ્રોફેસર વિનાયક સાઈટ પર જવાની તૈયારીમાં હતો. એ પુરાતત્ત્વખાતાની વાન પાસે ઊભો હતો. અમુક કર્મચારીઓ વાનમાં બેસી ચૂક્યા હતા. વાન પાસે પહોંચીને વામનરાવે જીપ ઊભી રાખી અને પછી નીચે ઊતરતાં બોલ્યો, 'હલ્લો, પ્રોફેસર સાહેબ !' વિનાયકે એના અભિવાદનનો જવાબ આપ્યો અને પછી પ્રશ્નાર્થ નજરે જીપમાંથી ઊતરી રહેલી રજની સામે જોયું. 'પ્રોફેસર સાહેબ !' એની નજરનો અર્થ પારખીને વામનરાવ બોલ્યો, 'એનું નામ આરતી છે