જોશ - ભાગ 2

(25)
  • 3.4k
  • 2
  • 2.8k

૨ : દુષ્ટ આત્મા... ! પ્રોફેસર વિનાયકને બેડરૂમમાં પ્રવેશતો જોઈને સુનિતા તથા દેવયાની ઊભી થઈ ગઈ. મમતા પલંગ પર સૂતી હતી. પતિને જોઈ એણે પણ બેઠા થવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિનાયકે તેને એમ કરતી અટકાવીને લાગણીભીના અવાજે કહ્યું, 'સૂતી રહે મમતા... ! અત્યારે તને આરામની ખૂબ જ જરૂર છે.' મમતાએ એક ઊંડો શ્વાસ ખેંચીને બેઠા થવાનો પ્રયાસ પડતો મૂકી દીધો. દેવયાની તથા સુનિતાએ ફરીથી એકવાર મમતાને સમજાવી અને પછી વિનાયકની રજા લઈ, અભિવાદન કરીને વિદાય થઈ ગઈ. વિનાયકે દરવાજો અંદરથી બંધ કર્યો અને પછી તે મમતાની પાસે આવીને બેસી ગયો. એણે ધ્યાનથી મમતાના ચહેરાનું નિરીક્ષણ કર્યું. મમતાનો ચહેરો એકદમ ફિક્કો