દવા વગર તંદુરસ્ત રહો - 3

  • 2.1k
  • 2
  • 962

૩) ચૌદહવીં કા ચાંદ: લોહીમાં લોખંડ ટાઈટલમાં લોહીમાં લોખંડ શબ્દો વાંચીને આશ્ચર્ય ના અનુભવતા, કારણ કે ફક્ત મનુષ્ય જ નહિ, દરેક પ્રાણીના લોહીમાં લોખંડ એટલે કે ‘લોહતત્વ’ હોય જ છે. અરે લોહી નામ જ લોહ એટલે લોખંડ શબ્દ પરથી જ પડ્યું છે! શરીરમાં લોહીની અને લોહીમાં લોહતત્વની અગત્ય એટલી બધી છે કે તેને ‘ચૌદહવીં કા ચાંદ’ની ઉપમા આપી છે.    લોહીનો લાલ રંગ લોહીના એક ઘટક રક્તકણને લીધે હોય છે અને રક્તકણનો લાલ રંગ તેમાં રહેલા હિમોગ્લોબીન નામના તત્વને લીધે હોય છે. આ હિમોગ્લોબીન શરીરની તંદુરસ્તી અને શક્તિ માટેનું એક ખૂબ અગત્યનું તત્વ છે અને લોહીમાં તેનું પ્રમાણ ઓછું હોય,