લવ યુ યાર - ભાગ 56

(12)
  • 3.5k
  • 4
  • 2.4k

સાંવરીએ પોતાની સાસુ અલ્પાબેનને વાત કરવાનું વિચાર્યું પરંતુ પછી તેને એમ થયું કે, " જો મીતને મારી સાથે વાત કરવી હશે તો તે મમ્મી કંઈ નહીં કહે તો પણ કરવાનો જ છે અને જો તેને વાત નહીં જ કરવી હોય તો તે મમ્મી કહેશે તો પણ મારી સાથે વાત નહીં જ કરે. " તો શું કરું ? કારણ કે, જો મમ્મીને હું આ વાત નહીં જણાવું તો પણ મમ્મી અને ડેડી બંને મને બોલશે અને એમ કહેશે કે, " મીત તારી સાથે વાત નહોતો કરતો તો તારે અમને કહેવું જોઈએ ને અમને જણાવવું જોઈએ ને ? " હે ભગવાન, શું