વીનસ અને સેરેના વિલીયમ્સ - રીચર્ડ વિલીયમ્સ

  • 766
  • 256

"ઓહ ગોડ ! એક ટેનિસ ટુર્નામેન્ટ જીતવાનું ઇનામ 40,000 ડોલર ! આટલા તો હું આખા વર્ષમાં નથી કમાતો !" ઘરના ટેલિવીઝન પર ટેનિસની એક મેજર ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જોઈને, જીતેલી ટેનિસ પ્લેયરને મળેલ આ ઇનામી રકમ જાણીને રીચર્ડ વિલીયમ્સનો આ ઉદગાર હતો. આ કિસ્સો બન્યો 1980 માં. આ પછી તરત જ રીચર્ડને નિર્ણાયક વિચાર આવ્યો "આવનારા વર્ષોમાં મારી દિકરીઓ પણ ટેનિસ રમશે":. રીચર્ડની પ્રકૃતિ 'તરત દાન ને મહાપુણ્ય' પ્રકારની હશે, એણે તો એની દિકરીઓ ટેનિસમાં આગળ કઈ રીતે વધશે એનો પ્લાન બનાવવાનુ શરૂ કરી દીધુ ને 78 પાનાનો દસ્તાવેજ બનાવી દીધો. અમેરીકાના કેલિફોર્નિયા સ્ટેટના કોમ્પટન શહેરમાં આ લોકો રહે. એ