કાંતા ધ ક્લીનર - 20

  • 1.8k
  • 2
  • 1.2k

20.કાંતા તેને વળગીને રડી રહેલી સરિતાને પસવારતી આશ્વાસન આપી રહી. સરિતા ધ્રુસકાં મૂકતી રહી."હું સમજી શકું છું પોતાનું માણસ ગુમાવવાનું દુઃખ કેવું હોય. મારી મમ્મી પણ થોડા દિવસો પહેલાં જ મને એકલી મૂકી જતી રહી. લોકો તો ઈશ્વરની ઈચ્છા કહે પણ ઈશ્વર એવું થોડું ઈચ્છે?" કહેતી કાંતા સરિતાની પીઠ પર હાથ ફેરવતી રહી.સરિતાએ ઊંચે જોયું. લાલઘૂમ આંખો અને વિખાએલા વાળ સાથે પણ તે એકદમ સુંદર દેખાતી હતી. કાંતા તેને શાંત કરવા પોતાની સાથે ચાંપી હળવેથી અલગ કરતી પાણી લેવા તેનું કિચન કહો તે ચાર બાય પાંચ ફૂટની જગ્યામાં ગઈ. ઘરની એક માત્ર સરખી નાની ટ્રે માં બે કાચના ગ્લાસમાં પાણી