લોહિયાળ નગર - પ્રકરણ 11

  • 1.5k
  • 1
  • 754

લોહિયાળ નગર પ્રકરણ:૧૧ મૃત કોણ?   “બસ એક આખરી સવાલ જીસકા જવાબ દે તુ મુજે." શોએબે ગુલશોખને કહ્યું.                                 ગુલશોખને ભવનાથ પોલીસ ચોકી લાવવામાં આવ્યો હતો. ઇક્કો દામોદર મંદિરના પાર્કિંગમાં મરાયો હતો. દામોદર કુંડના બ્લાસ્ટથી નગરજનો ગભરાઈ ગયા હતા. ગુજરાત આખામાં સૌને આઘાત લાગ્યો. આવા હમલાઓ આજકાલના નથી, વર્ષોથી થતાં આવ્યા છે. ક્યારેક સમુદાય દ્વારા, ક્યારેક રાજનેતાઓ દ્વારા તો ક્યારેક સંગઠનો અને રાષ્ટ્રો દ્વારા. અંતે મરાય છે તો સામાન્ય માણસ જ. આ નગર આજે લાચારીના શોકમાં ગર્ત થઈ ગયું હતું. બધા પોતપોતાના ઘર ભેગા થવા લાગ્યા, પળવારમાં તળેટી વિસ્તાર સૂમસામ થઈ ગયો. જુનાગઢ પોલીસ સ્ટેશનથી અન્ય ચાર પોલીસકર્મીઓ તળેટી