લોહિયાળ નગર પ્રકરણ:૧૦ વિરક્તિ અમદાવાદના પશ્ચિમ છેવાડે બાકરોળ ગામ આવેલું હતું. સાત હજારની વસ્તી હશે. ગામમાં એક સરકારી નિશાળ, દવાખાનું, પેટ્રોલ પંપ અને બે-ચાર ફેક્ટરીઓ આવેલી હતી. અન્ય નાની મોટી દુકાનો સિવાય કઈ ખાસ ઇમારત ન હતી. ચોતરફ ખેતરોથી આવરેલા ગામમાં સૌ સંપીને રહેતા. સાંજનો સમય થવા આવ્યો હતો. સીમથી ખેડૂત અને મજૂરો કામ પતાવી, પાછા વળવાની તૈયારી કરી રહ્યા હતા. સીમના માર્ગે ચાલતા-ચાલતા એક આદમી અવાવરું લાગતાં ખેતરમાં ઘૂસી ગયો. રખેપાતમાં એક ગોવાળિયો તેની સાઇકલ સરખી કરી રહ્યો હતો. આદમી ગોવાળિયા સાથે મારામારી કરવા લાગ્યો. લાત, ગડદા અને ધક્કા મારી તેણે ગોવાળિયાને ભોંય ભેગો