લોહિયાળ નગર - પ્રકરણ 8

  • 1.5k
  • 634

લોહિયાળ નગર પ્રકરણ:૮ પૂર્વાર્ધ (રાત્રે ૨:૪૯ કલાકે)                                 યોગીતાના પિતા ફોન કરી રહ્યા હતા. ગિફ્ટ સિટીના બંજર પ્રદેશમાં તેનો ફોન પડ્યો પડ્યો રણકી રહ્યો હતો, ફ્લેશલાઇટ ચાલુ હતી. લગભગ ૨:૦૦ કે ૨:૧૫એ તે ઘરે આવી જતી, અત્યારે ત્રણ વાગવા આવ્યા. યોગિતા ફોન ન હતી ઉપાડી રહી. તેના મમ્મી-પપ્પાને ચિંતા થવા લાગી. તેના પપ્પાએ ટાવર-IIમાં કોલ કર્યો. ગ્રાઉંડ ફ્લોરના રિસેપ્શન પરથી જાણવા મળ્યું, તે ૧:૩૦ વાગે જ નીકળી ગઈ હતી. હજુ તે ઘરે ન હતી આવી. તેમણે યોગિતાને શોધવા નીકળી પડ્યા. આ નગરમાં મોત આસપાસ ભટકે છે. એવામાં દીકરીનું ઘરે ન આવવું, ફોન ન ઉપાડવા સારા સૂચક ન હતા. મા-બાપ