કાંતા ધ ક્લીનર - 19

  • 1.9k
  • 1
  • 1.3k

19."ખરું ડેટિંગ નીકળ્યું આ." ધુંઆપુંઆ થએલી કાંતા ઘર તરફ જતાં સ્વગત જ બોલી. "પાછું રાઘવને એ બધી પંચાત શી હતી કે પોલીસે શું પૂછ્યું ને એનું નામ લીધું કે નહીં? આમ તો બહુ સારો છોકરો દેખાય છે. મારી સાથે તો બધામાં ઊભો હોય છે. એ રૂમમાં બધા છોકરાઓ વચ્ચેથી એણે જ મને સલામત બહાર કાઢેલી. ભલે પૈસા ન લાવી શક્યો, સ્મશાનમાં તો આવેલો! " તે રાઘવના વિચારો કરતાં રાઘવનો દેખાવ મન:ચક્ષુ સામે જોવા લાગી. ભૂરી આંખો, સુંવાળી ત્વચા પર રુવાંટી, પહોળા ખભા.. વિચારો કરતાં જ તે ઉત્તેજિત થઈ ગઈ. કાશ એ સાથે હોત! પણ બધાને એ કેમ ગમતો નથી?"એ વિચારોમાં