અ - પૂર્ણતા - ભાગ 23

(11)
  • 2.4k
  • 1
  • 1.7k

રેના નદીમાંથી બહાર નીકળતા તેનો પગ લપસ્યો અને તેણે બૂમ પાડી , "વિકી..." અવાજ આવતાં જ વિકીએ પાછળ ફરીને જોયું તો તેને લાગ્યું રેના નદીમાં નાહવાનાં મૂડમાં છે એટલે તે બોલ્યો, "રેના, નદીમાં નાહવા માટે પાછા આવશું, અત્યારે ચાલ, બહાર નીકળ. મોડું થાય છે યાર..." રેના નદીના પાણીમાં ડૂબકીઓ ખાવા લાગી હતી કેમકે એ જ્યાં પડી હતી ત્યાં પાણી ઊંડું હતું અને તેને તરતાં આવડતું ન હતું આથી ફરી તેણે બૂમ પાડી, "વિ....કી.... બ....ચાવ....પ્લીઝ..." રેના પાણી પર રહેવા માટે હાથ પગ મારી રહી હતી તો પણ એ પાણીની અંદર જઈ રહી હતી. હજુ પણ વિકીને લાગ્યું કે રેના મજાક કરે