સ્ત્રીનું રૂપ

  • 2k
  • 1k

માનસીએ પરણીને ઘરમાં પ્રવેશ કર્યો. કુમકુમના પગલાં સાસુમાએ પડાવ્યા. એકના એક પનોતા પુત્રના લગ્નનો લ્હાવો સહુએ માણ્યો. બધી રીતે સુખી કુટુંબ હતું. માનસી સુંદર બહારથી હતી તેના કરતાં તેનું અંતર ચઢિયાતું હતું, તેથી તો મનન પોતાની જાતને ભાગ્યશાળી માનતો હતો. માનસી તેની નજરમાં વર્ષોથી આવી હતી. સ્વભાવે શરમાળ હોવાથી એકરાર કરતા નેવના પાણી મોભે ગયા. ખેર, જે થયું તે આખરે મનની મુરાદ બર આવી. વાજતે ગાજતે માનસીને ઘરે લાવવાનો ઈડરિયો ગઢ જીત્યો. મનનને તે ગમતી હતી, માનસીની ચકોર આંખોએ નોંધ લીધી હતી. મનોજના પ્રેમમા પાગલ જાણી બુઝીને આંખ આડા કાન કરતી. આ થઈ મનની . માનસીના મન અને હ્રદયમાં ચાલતું