પ્રેમ સમાધિ - પ્રકરણ-86

(16)
  • 2.1k
  • 2
  • 1.3k

પ્રેમસમાધિ પ્રકરણ-86 વિજય બંગલામાંથી ગાડી લઇને સડસડાટ બહાર નીકળી ગયો. જે ભાઉએ વાત કરી હતી એનાંથી તાણતો થઇ સાથે સાથે આનંદ પણ થયો અને વિચાર આવ્યો બાતમી બસ સાચી પડે.. એટલેજ ઘરેથી નીકળતાં કલરવ સામે જોવાની હિંમત ના થઇ રખેને કલરવની આંખો મારી આંખોનાં ભાવ જાણી જાય.. પણ આજે થોડી હાંશ અનુભવી રહેલો ક્યારે ડોક પર પહોંચી શીપ પર સવાર થાય અને આખો જરૂરી રસાલો લઇને દરિયો ખૂંદવા નીકળી પડે બાતમી પ્રમાણે એ શીપનો કબ્જો લઇ લે. વિજયે હવે વિચારો ખંખેરી ભાઉને ફોન કર્યો.... "ભાઉ શીપ રેડી ? બધાને સાવધ કરો નીચેનાં ચોર ભંડકીયામાંથી શસ્ત્રો તૈયાર રાખજો રખે જરૂર પડે..