શ્રાપિત પ્રેમ - 8

  • 2.2k
  • 1
  • 1.3k

આજે ઘંટ વાગવાના પહેલા જ રાધા ને નીંદર ખુલી ગઈ હતી. તેને જલ્દીથી નહાઈને તૈયાર થવું હતું પરંતુ ઘંટ વાગવાના પહેલા જેલના દરવાજા ખુલવાના ન હતા એટલે તે પોતાના જગ્યાએ જ બેસી ગઈ. ત્યાં સમય જોવા માટે કોઈ વ્યવસ્થા ન હતી. જેલની બહાર એક જગ્યાએ ઘડિયાળ હતી તો ખરી, પણ તે અંદરથી દેખાતી ન હતી એટલે સમયનો અંદાજો લગાડવો રાધા માટે મુશ્કેલ હતો. બેસતા બેસતા જ રાધા ને તે દિવસે યાદ આવી જ્યારે પહેલીવાર તુલસી અને મયંક તેમના ઘરમાં આવ્યા હતા.તુલસી જ્યારે તેમના ઘરના બહાર આવી હતી ત્યારે તેણે સલવાર કમીઝ પહેર્યા હતા. તેનું પેટ ખૂબ મોટું દેખાતું હતું અને