પ્રેમ અને પ્રામાણિકતા

  • 1.6k
  • 552

ડ્રાઈવર રવજીકાકા પેટ્રોલ ભરાવીને આવે ત્યાં સુધી રેશ્મા પેટ્રોલપંપની બહાર ઊભી હતી. રેશ્માની નજર ત્યાં ખુણે બેસેલા એક વૃદ્ધ ભીખારી પર પડી. જે ભીખારીનો એક પગ ન્હોતો બાજુમાં એક ઘોડી પડી હતી અને સહેજ નજીકમાં એક અર્ધું તૂટેલું પાત્ર હતું જેમાં ત્રણ ચાર સિક્કાઓ હતા. એ ભિખારીને માથે થોડીક માખીઓ પણ બમણતી હતી. ભિખારીની આ દુર્દશા જોઈને રેશ્માને થયું લાવ અને કઈક આપુ જેથી એનો એક ટક સચવાઈ જાય.રેશ્માએ પાકીટમાંથી વિશ રૂપિયાની નોટ કાઢીને એ ભિખારીના પાત્રમાં નાખી અને કીધુ કે...કાકા આ લઈ લેજો નહીંતર ઉડી જશે. ભીખારી એ આશીર્વાદ આપતા કહ્યું બેટા ઘણું જીવો.એટલામાં રવજીકાકાએ હોર્ન વગાડ્યો અને રેશ્મા