એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ - 30)કાનને પણ લાગણીનો સ્વીકાર કરી સાસરે પુનરાગમન કર્યું.આજકાલ કરતાં પાંત્રીસ વર્ષનો ગાળો પસાર થઈ ગયો હતો.મનન નિવૃત્ત થઈ ગયો હતો.કાનન અને મનન જીવનનો ઉત્તરાર્ધ માણી રહ્યાં હતાં.મુક્તિ નાં લગ્ન થઇ ગયાં હતાં.બન્ને પતિ-પત્ની પોતાની કેરિયરમાં સેટલ હતાં.કાનન અને મનન નાં પ્લાન પ્રમાણે માનવ ને લગ્ન બાદ તરત જ પોતાની સ્વતંત્ર જિંદગી જીવવા છૂટો મૂકી દીધો હતો.તપન અને તાપસીની પોતાની એક દીકરી હતી અને એક દીકરો દત્તક લીધો હતો.કાનન નાં જેઠાણી એ દીકરી હોવા છતાં પણ દીકરી જ દત્તક લીધી હતી. તાપસી નાં શબ્દોમાં “દીકરી લઈને સાસુ પ્રત્યે દાઝ કાઢી હતી.”માનસી અવારનવાર ગોંડલ