અ - પૂર્ણતા - ભાગ 22

  • 2.8k
  • 1
  • 1.9k

પાણી ભરવાનું અને લાકડાં ભેગા કરવાનું તો એક બહાનું હતું. હેપ્પીને તો જંગલમાં રખડવું હતું. એટલે ચારેય નીકળી પડયાં રખડપટ્ટી કરવાં. પરમ જ્યાં પણ થોડાક સૂકાં લાકડાં કે ડાળીઓ દેખાય તે એક બાજુ ભેગા કરતો જતો જેથી વળતાં એ લેતાં જવાય. ઘણું ચાલ્યા પછી હેપ્પી થાકી ગઈ. "અરે, આ નદી કેટલી દૂર છે યાર? હું તો થાકી ગઈ." આમ કહી હાંફતી તે ત્યાં જ સાઇડમાં એક પથ્થર પર બેસી ગઈ. વિકી તેની પાસે આવી બોલ્યો, "રખડવાનો શોખ તને જ હતો ને? તો હવે થાકી ગયે થોડું ચાલશે? ઊભી થા જલ્દી." "ના હો, હું હવે એક ડગલુંય નહિ ચાલુ. જેને જવું