ચોરોનો ખજાનો - 65

  • 1.4k
  • 706

પોર્ટલ- એકમાત્ર રસ્તો છેક આસમાનથી લઈને ધરતી સુધી બસ અંધકાર જ છવાયેલો હતો. ક્યાંય સૂરજનું એક કિરણ પણ દેખાતું નહોતું. ઉપર કાળા વાદળો, નીચે ભયાનક તોફાન અને કાળો અંધકાર. આ અંધકારમાં દૂરથી આવી રહેલી ગાડીઓની હેડલાઈટ એવી લાગતી જાણે થોડે થોડે અંતરે કોઈ જંગલી જનાવરોની આંખો ચમકી રહી હોય. અંગ્રેજ અધિકારીઓની ગાડીઓ તેમણે છેલ્લે ગુમાવેલા લોકેશનની નજીક પહોંચવામાં જ હતી. અચાનક જ આકાશમાં વીજળીના કડાકા એકદમ વધી ગયા. એવું લાગી રહ્યું હતું જાણે આકાશની બધી વીજળી જમીન ઉપર આવી રહી હોય. એક ભયંકર ધમાકો થયો અને એ ધમાકા સાથે પ્રકાશનો એક મોટો સ્ત્રોત જમીન ઉપર પટકાયો. આ પ્રકાશને પેલા અંગ્રેજોએ