નિલક્રિષ્ના - ભાગ 11

  • 1.8k
  • 636

હેત્શિવાનું ધ્યાન ધરતાં જ ભદ્રકાલીએ એનાં પ્રકોપનું ડરામણું ચિત્ર બતાવ્યું. અકાલને ભવિષ્યમાં જે દર્દ ને પીડા ઉદ્ભવશે,એ હેત્શિવાને હુબહુ એની આંખોથી જ બતાવી દીધી. ॐ ह्रौं काली महाकाली किलिकिले फट् स्वाहा॥ ॐ ह्रौं कालि महाकाली किलिकिले फट स्वाहा ॥હેત્શિવાએ સતત પાંચ કલાક સુધી આ મંત્રથી માની આરાધના કરી, થોડી જ વારમાં અગ્નિની જ્વાળાઓ ભદ્રકાલીનાં સિંહાસન ફરતે પ્રગટ થવા લાગી ગઈ.આ જ્વાળાઓ વચ્ચેથી હરેક જીવને પસાર થવાનું હતું.આ જ્વાળાઓ માંથી પસાર થનાર સારો જીવ આસાનીથી સુરક્ષિત રીતે બહાર નીકળી જતો હતો.અને જે આ પ્રચંડ અગ્નિની જ્વાળાઓને જોઈ ન શકતું એની આંખો ત્યાંને ત્યાં જ ખતમ થઈ જતી હતી.શરીરની પીડાથી એની આખી