શ્રાપિત પ્રેમ - 7

  • 2.3k
  • 1.5k

ટન્ ટન્ ટન્ ટન્રાધા ની નીંદર ઘટ વાગવાના અવાજથી તૂટી ગઈ. તેણે જોયું તો બાકીના લોકો પણ ધીરે ધીરે પોતાની આંખો ખોલી રહ્યા હતા. " બાકી બધું તો ઠીક છે પણ સવારે વહેલા શા માટે ઉઠાવી દે છે આ લોકો?"ચંદા એ ઉઠતા ની સાથે જોરથી કહ્યું. ધીરે ધીરે કરીને બધા દરવાજાને ખોલવામાં આવ્યા અને બધા એક લાઈનમાં પ્રાર્થના માટે બહાર આંગણામાં પહોંચી ગયા. કેમ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી અને પછી બધા દૈનિક કાર્યમાં લાગી ગયા.બધા પોતપોતાના કામ કરી રહ્યા હતા કોઈ બ્રશ કરી રહ્યા હતા અને તેના માટે બધાને દાતણ નાખવામાં આવ્યા હતા. રાધાએ જોયું તો તે બાવડના દાંતણ હતા.