બે ઘૂંટ પ્રેમના - 12

  • 1.9k
  • 1
  • 1.2k

" ભાભી એક સવાલ પૂછું?" " હમમ...બોલ...." ભાભી એ ફોનમાં જોતા જ કહ્યું. " ભાભી.... જરા મારું સામું તો જોવો..." " હા પણ તું પૂછ હું સાંભળું છું...." મેં અચકાતા અચકાતા પૂછી નાખ્યું." તમને કરન કેવો લાગ્યો? મતલબ સારો છોકરો તો છે ને?" ભાભી એ આંખો ફાડીને મારું સમુ જોયું અને બોલ્યા. " એક મહિના સુધી નિયમિત મળ્યા બાદ તું મને પૂછે છે કે કરન કેવો છોકરો છે?? કોને બુધ્ધુ બનાવે છે હે?" " એવું શું કરો છો કહો ને કરન તમને કેવો લાગ્યો?" " સાચું કહું તો મને તો ન ગમ્યો..." મારાથી જોરથી બોલાઈ ગયું. " શું?? પણ કેમ?