" નવીન!!! તું...." પ્રિશા એ કહ્યું." કેમ છે મારી પ્યારી લાડલી.... પ્રીશુ..?" નવીન બોલી ઉઠ્યો." મોં સંભાળીને વાત કર નથી હું તારી દીકરી કે નથી તું મારો બાપ સમજ્યો?" " અરે કેમ હું તારો બાપ નથી? તારા મમ્મી સ્વર્ગવાસ થઈ ગયા હતા ત્યારે તારા પપ્પા એ જ લીલાવતી સાથે જ બીજા લગ્ન કર્યા હતા ને! અને જ્યારે તારા પપ્પા પણ દુનિયા છોડીને જતા રહ્યા ત્યારે મેં જ તારા મમ્મી લીલાવતી સાથે લગ્ન કરી લીધા! તો ટેકનિકલી હું તારો બાપ જ થયો ને.....ચલ એ બઘું જવા દે રોકી ક્યાં છે?? મેં તો એને કોલ કર્યો હતો ને?" પ્રિશા એ રોકીનો લોહી