અગ્નિસંસ્કાર - 86

(12)
  • 1.7k
  • 1
  • 904

બેભાન પડેલા કેશવને જૂની સ્મૃતિઓ યાદ આવી. જ્યારે એણે નાનપણમાં શેર નામના યુવકને લડાઈમાં હરાવીને પોતાની પહેલી કમાઈ માના હાથોમાં સોંપી હતી. મા બાપ સાથેની એ સારી યાદોથી કેશવના શરીરમાં એક પ્રકારની તાજગી પ્રસરી ગઇ પણ જ્યારે એ યાદોમાં પિતાનો અગ્નિસંસ્કાર યાદ આવ્યો ત્યારે ફરી કેશવનું શરીરમાં લોહી ઉકળવા લાગ્યું. પિતાને જે રીતે ટ્રકથી કચેડી નાખવામાં આવ્યો હતો એ દ્ર્શ્ય યાદ આવતા જ કેશવનું શરીર ધ્રુજી ઊઠ્યું. એનાથી કેશવની અચાનક આંખો ખુલ્લી ગઈ. કેશવ જમીન પર આડો પડ્યો હતો અને એની સામે જ એની મા રસીલા બેનની લાશ પડી હતી. નજર સામે માની લાશ અને કાનમાં આવતો રોકીનો ખડખડાટ હસવાનો