Mr.Bean

  • 1.9k
  • 760

આ નામમાં એવો જાદુ છે કે, નામ કાને પડે ને તરત જ એનો ચહેરો, એ પરાણે હસાવે એવા હાવભાવ આંખ સામે આવી જાય. એક પણ શબ્દ બોલ્યા વગર માત્ર અભિનય અને ચહેરાના હાવભાવ પર જ લોકોને દરેક ટી,વી, શોમાં સતત હસાવવાની વિશીષ્ટ ક્ષમતા ધરાવનાર આ સુપર્ સક્સેસફુલ કોમેડી લીજેન્ડ Mr.Bean કોઇ જ ઓળખાણના મોહતાજ નથી. અહીં ઉદ્દેશ્ કેટલીક હકીકતો જણાવવાનો છે. આપણને હાસ્યની છોળો ભરેલા મસ્તમજાના મેદાનમા લઈ જનાર આ અદભૂત કલાકાર પોતે કેવા અટપટા અને કાંટાળા રસ્તે ચાલીને અહી પહોંચ્યા છે એ એમની અંગત ડાયરીનાં પાનાં સમાન વાતો બધા સામે મુકવી છે. એ સહજ દેખાતા હાસ્યને ચહેરા સુધી પહોંચાડતા