ચોરોનો ખજાનો - 64

  • 1.5k
  • 732

Lost location અચાનક જ એકદમ ઘનઘોર અંધકાર છવાવા લાગ્યો. તોફાન કદાચ પોતાની ચરમસીમા પર જઈ રહ્યું હતું. થોડી થોડી વારે થતા વીજળીના ચમકારામાં તોફાનની ભયાનકતા દેખાઈ આવતી. રણમાં ઝડપભેર દોડી રહેલી ગાડીઓમાંથી એક ગાડીના ડ્રાઈવરને ઝટકો લાગ્યો હોય તેમ પોતાનું ગળું અને માથું ધુણાવ્યું. તેને લાગ્યું કે કદાચ તેની ગરદન ઉપર કોઈ જીવે ડંખ માર્યો. તેણે પોતાના એક હાથ વડે ગરદન ઉપર થયેલા ડંખનો ખ્યાલ આવે તેમ ખંજવાળ્યું અને ખંજવાળ્યા પછી તેણે પોતાના હાથની હથેળી ઉપર એક નજર નાખી. પોતાના હાથ ઉપર લાગેલા લોહીને જોઇને પેલો ડ્રાઈવર એકદમ ગભરાઈ ગયો. ગભરાહટમાં તેણે પોતાની ગાડીના સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો અને