અનોખો પ્રેમ - ભાગ 13 (છેલ્લો ભાગ)

  • 2.1k
  • 1k

અનોખો પ્રેમ ભાગ 13" ઓય...પાગલ..! અહીં જીવ જોખમમાં છે અને તને આવી રોમેન્ટિક વાતો સુજે છે..? અહીંથી જીવતા રહીશું તો સાથે જીવશું..! " " સાચ્ચું..? તું જીવીશ ને મારી સાથે..! મારી જીવન સંગીની બની ને..?" પ્રિતે હરખાઈને કહ્યું. "હા, પણ પહેલા જીવ બચાવ, પછી સાથે જીવવાની વાત કર.!" ત્યાં જ ઝોમ્બિનું ટોળું તેઓ તરફ આવ્યું. તેઓથી બચવું ખૂબ મુશ્કેલ હતું. બંને એ આજુબાજુ નજર ફેરવી. એક કાચની બારી હતી. તેની બહાર ગેલેરી જેવી ત્રણ ચાર વ્યક્તિ ઊભા રહી શકે તેટલી જગ્યા હતી. સુપ્રીતાએ પ્રિતને બારી ખોલી બહાર ધકેલ્યો. તે સમયે તેની નજર બારી પાસે લટકેલ ફાયર સેફટીની બોટલ પર ગઈ.