મરુડેશ્વર, કર્ણાટક

  • 432
  • 1
  • 156

મરુડેશ્વર આ કર્ણાટકનું પ્રમાણમાં નવું, એકદમ હરિયાળું અને સમુદ્રી ખારી પણ ઠંડી હવાનો અનુભવ કરાવતું યાત્રા કમ પિકનિક સ્થળ બેંગલોર થી 11 કલાક ના અંતરે છે. એકદમ ઊંચું ગોપુરમ (મંદિરનો ઘુમ્મટ), પર્વત, તેની ઉપર મહાભારત, રામાયણના પ્રસંગોનાં વિવિધ શિલ્પો (જે અહીં પથ્થર નહીં, પ્લાસ્ટર ઓફ પેરીસ થી બનાવેલ છે), નારિયેળીઓ અને સોપારી નાં વૃક્ષોથી છવાયેલું એક બે દિવસ શાંતિથી કાઢવા માટેનું પર્યટન સ્થળ ઉપરાંત નાનું માછીમારી અને ખેતી કરતું ગામ છે.અહીંથી, રાવણના હાથમાંથી યુક્તિપૂર્વક ગણેશજીએ શિવલિંગ નીચે મુકાવેલું તે ગોકર્ણા દોઢ કલાક, વિખ્યાત જોગનો ધોધ સવાબે કલાક ના અંતરે છે.મરૂડેશ્વર વચ્ચે હોઈ ત્યાં બે કે ત્રણ દિવસ રહી એક દિવસ