વાર્તા:- દાદારચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીપાંચ વર્ષનો અમિત એનાં દાદા સાથે ખૂબ રમતો. એને એનાં દાદા ખૂબ વ્હાલા હતા. મમ્મી કે દાદી વઢે નહીં એટલાં માટે એ હંમેશા પોતાનાં દાદાને જ સાથે રાખતો. પોતાની દરેક વાત એ દાદા પાસે મનાવતો. જે વસ્તુ મમ્મી પપ્પા ન લાવી આપે એ દાદા સાથે જઈને લઈ આવે. આ બાબતને લઈને ઘણી વાર અમિતની મમ્મી અને પપ્પા વચ્ચે ચકમક ઝરતી. આમ ને આમ જ સમય પસાર થતો હતો. આખો દિવસ અમિત દાદા સાથે બેસીને ટીવી જુએ, મોબાઈલમાં ગેમ્સ રમ્યા કરે. એની મમ્મી ઘણી વખત ટોકે. પોતાનાં સસરા હોવા છતાં ક્યારેક તો એમને પણ ખિજવાઈ જતી,