આશાનું કિરણ - ભાગ 8

  • 1.5k
  • 666

રંભા બહેને હેતલનો બાવડુ કસીને પકડ્યું હોય છે. બાવડું પકડીને ડેલીમાંથી હેતલને તબડાવતા તબડાવતા બહાર નીકળે છે. હેતલ બાવડું છોડાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ રંભાબેન ને કોઈ અસર થતી નથી..... " મમ્મી સોરી કહેવા તો આવું છું , હવે મારો હાથ તો છોડ"" આ તો મેં તારો ખાલી હાથ પકડ્યો છે. કાલે જો તું મારા હાથમાં આવી હોત ને તો તારી પિટાઈ થઈ ગઈ હોત"" આટલો કસીને પકડ્યો છે. મારો હાથ દુખે છે. અને મને સમજાતું નથી તને હું વહાલી છું કે એ વહાલી છે? "" જે તે ખોટું કર્યું છે એ ખોટું છે. આમાં વહાલા કે ન વહાલાનો કોઈ