મમતા - ભાગ 39 - 40

  • 1.7k
  • 1k

️ મમતા ભાગ ૩૯( મંથન અને મોક્ષાનાં જીવનમાં આવેલી ખુશીથી બધા ખુશ હતા. પરીનાં પગ તો જમીન પર ટકતા જ ન હતાં. હવે આગળ......) કૃષ્ણ વિલા બંગલામાં આજે ખુશીનું વાતાવરણ હતું. શારદાબાની રોજની કાનાની ભકિતથી પ્રસન્ન થઇને આજે આ ખુશી માણવા મળી હતી. નાની પરી તો આવનાર ભાઈ કે બહેન માટે સપનાઓ જોવા લાગી હતી. આજે રવિવારની રજા હતી તો શારદાબાએ ઘરે સત્યનારાયણની કથા રાખી હતી. મૌલિક અને મેઘા આવ્યા હતાં. બધાએ સાથે મળીને આરતી કરી અને મોક્ષાનાં આવનાર બાળક સ્વસ્થ રહે તેવી પ્રાર્થના કરી. મહિનાઓ વિતતા ગયા...... મોક્ષાનાં ચહેરા પર એક અલગ જ ચમક લાગતી હતી. મોક્ષા હવે ઘરેથી