કહો પૂનમના ચાંદને - ભાગ 7

  • 1.7k
  • 692

રૈનાના મુખ પર પરસેવો બાઝી ગયો. તે ધ્રુજતા અવાજે બોલી, "સ... સરજણ???" અર્જુન આ સાંભળી ચોંક્યો, "આઇ એમ સોરી??? જે અર્જુન શેખાવતને આખી દુનિયા ઓળખે છે, તેને કોઈ બીજું તો નથી સમજી રહ્યા તમે??? મિસ રૈના રાઠી???" અર્જુને શાંત અવાજે સ્મિત સાથે કહ્યું આ સાંભળી રૈનાને ભાન થયું કે તે શું બોલી ગઈ છે અને વાસ્તવિકતાનું ભાન થતા તેણે થોડું સ્વસ્થ થઈ ફિક્કું સ્મિત આપતા કહ્યું, "આ...અફકોર્સ.... તમને કોણ નથી ઓળખતું મી.અર્જુન." જવાબમાં અર્જુન માત્ર તેની સામું જોઈ રહ્યો. રૈનાએ આ વાત નોટિસ કરી અને તે બીજી બાજુ જોઈ બોલી, "તમારા સેક્રેટરીનો ફોન હતો કે તમે મને મળવા માંગો છો?"