અગ્નિસંસ્કાર - 84

(15)
  • 1.6k
  • 1
  • 958

કેશવ તુરંત ગાડીમાંથી નીચે ઉતર્યો અને કારની ડિકીમાંથી મોટો લોખંડનો સળિયો કાઢ્યો જે એણે દિલ્હીથી નીકળતા સમયે લીધો હતો. કેશવની સાથે નાયરા પણ કારની બહાર નીકળી પણ એ બસ ચૂપચાપ ઊભી કેશવને જોયા કરી. હાલમાં કેશવને બોલાવવો પણ પોતાની મોતને આમંત્રણ આપવા જેવું હતું. કેશવે હાથમાં સળિયો લીધો અને એ બિલ્ડીંગમાં જઈને પ્રવેશ કર્યો. " રોકી....કેશવ તો ગુસ્સામાં અહીંયા જ આવે છે! એ અહીંયા પહોંચી ગયો તો??" સમીરના અવાજમાં કેશવનો ડર બેસી ગયો હતો." રિલેક્સ સમીર....હું મારા ગામડેથી પચાસેક જેટલા અડીખમ અને તાકતવર માણસો લાવ્યો છું...એક એક માળે દસ દસ માણસોને મેં પહેલા જ તૈનાત કરી રાખ્યા છે....તું બસ આરામ