અગ્નિસંસ્કાર - 82

  • 1.5k
  • 1
  • 972

" સમીર.. કેશવને કોલ કર...." રોકીએ આદેશ આપતા કહ્યું. અંશ અને પ્રિશા એ કેશવ નામ સાંભળીને એકબીજા તરફ જોયું. કોલ રિસિવ કરતા જ સમીરે રોકીને ફોન આપ્યો. " હેલો.." કેશવ બોલ્યો.રોકી એ અંશ તરફ ફોન કર્યો અને અંશને વાત કરવા માટે કહ્યું. " કેશવ....હું અંશ વાત કરું છું..." કેશવ તુરંત બેડ પરથી ઊભો જ થઈ ગયો. " અંશ તું!!! યાર કેટલા વર્ષો પછી....ક્યાં છે તું? ઠીક તો છે ને? અને મારા મમ્મી એ ક્યાં છે? હેલો અંશ..." " કેશવ...હું મુસીબતમાં છું..." " મુસીબત? ક્યાં છે તું? અને શું થયું?" અંશ પાસેથી ફોન છીનવીને રોકીએ કહ્યું. " અંશ..એની ગર્લ ફ્રેન્ડ પ્રિશા,