અગ્નિસંસ્કાર - 81

(11)
  • 2.1k
  • 1
  • 1.1k

નવીન શર્મા એ જ્યાં પાર્ટી રાખી હતી ત્યાં અંશ ગાડી લઈને પહોંચી ગયો. પત્રકારનું આઈ કાર્ડ ઠીક કરીને તેણે આસપાસ એક નજર કરી અને એક ઊંડો શ્વાસ લઈને પાર્ટીમાં પ્રવેશવા તેણે પોતાના કદમ આગળ વધાર્યા જ કે એના ફોનમાં કોઈ અજાણ્યા નંબરથી કોલ આવ્યો." હેલો કોણ?" " બલરાજ સિંહ ચૌહાણ...." અંશ થોડોક મુંજવણમાં મુકાયો અને એ ફરી બોલ્યો. " કોણ છે તું? હું કોઈ બલરાજ સિંહ ચૌહાણને નથી ઓળખતો..." " ઓકે...આઈ થિન્ક તું આ વ્યક્તિને તો ઓળખતો જ હશે.." રોકી એ અંશના ફોનમાં લક્ષ્મી બેનને દોરીથી બાંધેલો ફોટો સેન્ડ કર્યો. પોતાની માતાને ખુરશી પર દોરીથી બાંધેલી જોઈને અંશ ક્રોધિત થઈ